સંઘપ્રદેશ દાદર નગરહવેલીના નરોલી ખાતે એક કંપનીમાં હાઈડ્રોલીક પ્લેટ નીચે દબાઈ જતા કંપનીનાં મેનેજરને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નરોલી ખાતે આવેલી બ્લ્યુ લોટસ પેપર કપ પ્રા.કંપનીમાં બપોરના સમયે કંપનીનાં મેનેજર માધવ શીલકે (ઉ.વ.41) પોતે ફોરમેનનું કામ પણ કરતા હોય, કંપનીના હાઈડ્રાલીક પ્લેટફોર્મ ઉપર ગયા હતા. તે સમયે પ્લેટફોર્મ બંઘ પડી જતા તપાસ થઈ તો ઓઈલની ટાંકી ફાટી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આખું પ્લેટફોર્મ નીચે ધસી આવતા તેના નીચે ઉભા મેનેજર માધવ શીલકે દબાઈ જતા તેણે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તે સમયે જ રસ્તામાં જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે સેલવાસ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application