Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ.ટી. બસમાં દારૂ વહન કરતી 3 મહિલાઓ ઝડપાઈ

  • May 31, 2021 

પારડી પોલીસે વાપીથી અંકલેશ્વર જતી બસમાં દારૂનો જથ્થો વહન કરી લઈ જતી વડોદરા તથા સુરતની ત્રણ મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. પારડી પોલીસને મળેલ બાતમીના આધારે, પોલીસ સ્ટાફના માણસો હાઈવે ઉપર વોચ ગોઠવી ઉભા હતા તે દરમિયાન વાપીથી અંકલેશ્વર તરફ જતી એસ.ટી. બસ નંબર જીજે/18/ઝેડ/5935ને દમનીઝંપાને રોકવામાં આવી હતી.

 

 

 

 

ત્યારબાદ પોલીસ સ્ટાફના માણસોએ બસમાં ચઢી ડ્રાઈવરનું નામ પૂછતા તેને પોતાનું નામ દિનેશ જાધવ ચૌધરી તથા કંડકટરે પોતાનું નામ બાબુ છોટુ ગામીત હોવાનું જણાવ્યું હતું જે બાદ બંનેને સાથે રાખી બસમાં તપાસ હાથ ધરતા છેલ્લેથી બીજા નંબરની સીટ ઉપર તથા આગળથી બીજી સીટ ઉપર બેસેલી ત્રણ મહિલા મુસાફરોના કબજામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ, લક્ષ્મી મુકેશ માળી, વિધા મંગળ પરમાર (બંને રહે.વડોદરા) તથા સાવીત્રી ઉમેશ ટંડેલ (રહે.સુરત)ની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી દારૂની 333 બોટલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.        


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application