વાપીના ચલામાં ગણેશ મંડપમાં જુગાર રમતા શ્રીમંત પરિવારના 15 ઈસમોને પોલીસે ધરપકડ કરી રૂપિયા 47,690/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપી ટાઉન પોલીસની ટીમે ગતરોજ બપોરના સમયે પેટ્રોલીંગમાં હતી તે સમય દરમિયાન ચલા તક્ષશીલા સોસાયટી સરોવર બિલ્ડીંગની બાજુમાં આવેલ ગણપતિ મંડપમાં રેડ કરતા શ્રીમંત પરિવારના 15 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. આમ, પોલીસે દાવ પરના રૂપિયા 2090/- અંગઝડતીના રૂપિયા 16,100/- તથા મોબઈલ ફોન 8 નંગ જેની કોન્મત રૂપિયા 29,500/- મળી કુલ રૂપિયા 47,690/- કબ્જે કરી તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલા જુગારીઓ
1.ચેતનકુમાર મોહન પટેલ (રહે.પ્રમુખ એસ-3 ચલા)
2.વિશાલ કિશોર શેડે (રહે.જી-3 સરોવર હાઉસીંગ),
3.જીલેશ રાજેશ પટેલ (રહે.પ્રમુખ સહજની સામે),
4.અભિષેક કિરણ પટેલ (રહે.શ્રીજી કોમ્પ્લેક્ષ પાછળ),
5.રીકેશ આમા યાદવ (રહે.ઝંડા ચોક),
6.સંજય સુભાષ પટેલ (રહે.શ્રીનાથજી નગર)
7.સોહેલ શકીલ અહમદ (રહે.સીટી સેન્ટર),
8.ભુમીત હરીશ પ્રજાપતિ (રહે.વૃંદાવન સોસાયટી),
9.સુનીલ કનોજીયા (રહે.ગેલેક્ષી પાર્ક),
1૦.દિપકસીંગ ભંડારી (રહે.વૃંદાવન સોસાયટી),
11.અર્જુન કરણ બિસ્ટર (રહે.સરોવર સોસાયટી),
12.પંકજ શાંતીલાલ ખત્રી (રહે.વૃજાધારા એપાર્ટમેન્ટ),
13.પ્રીતમ કૈલાશ પાટીલ (રહે.સરોવર સોસાયટી),
14.કિશોર બાલકૃષ્ણ પાટીલ (રહે.શ્રીજી એપાર્ટમેન્ટ) અને
15.અંકુર પરમાનંદ સીંગ (રહે.વૃંદાવન પાર્ક).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500