Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીની કંપનીઓમાં રાત્રે ચોરી કરતી ગેંગના 8 આરોપીઓ પોલીસ પકડમાં

  • December 11, 2021 

વાપી જીઆઇડીસી વિસ્તારમાં રાત્રિ દરમિયાન ફરીને કંપનીમાં પ્રવેશી ચોરી કરતી ગેંગના 8 આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડી તેઓ પાસેથી ટેમ્પો અને બાઇક સહિત કુલ રૂપિયા 14.45 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જિલ્લા એસપીએ જિલ્લામાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીના બનતા ગુનાઓ અટકાવવા આપેલ સુચનાના આધારે એસઓજી પીઆઇ, પીએસઆઇ, પીએસઆઇ તથા તેમની ટીમ શુક્રવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન મળેલ બાતમીના આધારે, વાપી જીઆઇડીસીમાં સીસાની લાદીઓ તથા કોપરની પ્લેટો વિગેરેની ચોરી કરી આરોપીઓ વેચવા માટે ટેમ્પો અને પિકઅપ લઇને દમણગંગા સ્મશાન ભૂમિ તરફ આવી રહ્યા છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પરથી 8 આરોપીઓને પકડી પાડી રૂપિયા 14,45,240/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ આરોપીઓ વાપી વિસ્તારમાં રાત્રિ દરમિયાન ફરતા અને તે વખતે કંપનીઓને ટાર્ગેટ કરી અંદર ઘુસી સીસુ તથા એલ્યુમિનિયમ જેવી ધાતુની ચોરી કરતા હતા.

પકડાયેલા આરોપીઓ

1.સેયદુર રહેમાન ખાન (રહે.ડુંગરી ફળિયા),

2.નુરૂલ અકરમ હુસૈન ખાન (રહે.ડુંગરી ફળિયા),

3.સફાત યાકુબ ખાન (રહે.કરવડ સનસીટી બિલ્ડીંગ),

4.સરફુદ્દીન અલાઉદ્દીન ખાન (રહે.રહેમતનગર ઉમરગામ),

5.જાકીર નાદીર ખાન (રહે.કરવડ સાંઇ આસ્થા સોસાયટી),

6.અલીહુસેન નજીર સીદ્દીકી (રહે.અંબોલી સેલવાસ),

7.કિશન રઘુવંશસીંગ (રહે.દેસાઇ કોમ્પ્લેક્ષ કાકર ફળિયા દા.ન.હ) અને

8.હરીસીંગ મગનસીંગ રાજપુત (રહે.ઉમરગામ જીઆઇડીસી કોલોની).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application