પારડી પોલીસ કલસર ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતી. તે સમય દરમિયાન નંબર વગરની એક સ્વીફ્ટ કાર આવતા જોઈ અટકવાનો પ્રયાસ કરાતા કાર ચાલકે કાર અટકાવાને બદલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે કારનો પીછો કરતા આખરે કાર ચાલક પકડાઈ ગયો હતો. પોલીસે કારની તપાસ હાથ ધરતા કારમાંથી દારૂની 75 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 26,500/- હતી.
પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, ચાલક કોઈ બુટલેગર નહિ પરંતુ નવસારી પોલીસ હેડક્વાટર્સ ખાતે ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિરલ રમેશભાઈ પટેલ તથા તેની સાથે સવાર ઈસમ તરલ પંકજભાઈ પટેલ (બંને રહે.પટેલ ફળીયું,ગણદેવી) જે નાગધરા પીએચસીમાં ફરજ બજાવતો હેલ્થ વર્કર હતો.
આ બનાવ અંગે પોલીસે દારૂની બોટલો તથા સ્વીફ્ટ કાર મળી કુલ રૂપિયા 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500