Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડીમાં રેલ્વે કોન્ટ્રાકટરના 7 લાખના લોખંડના સળીયા ચોરી થતા પોલીસ ફરિયાદ

  • April 06, 2021 

પારડીના પોણીયા વિસ્તારમાં રેલવે ફાટકના બ્રિજના કોન્ટ્રાકટર તરીકે કાર્યરત ફોર્મ શ્રી બાલાજી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા પારડીના પોણીયા વિસ્તારમાં રેલ્વે બ્રિજ બનાવવા માટે ગોડાઉન બનાવી સંગ્રહ કરાયેલા લોખંડના સળીયા પૈકી 13 ટન લોખંડના સળીયા રૂપિયા 7 લાખના ચોરી ગયાની ઘટના સામે આવી હતી.

 

 

 

આ ઘટના અંગે શ્રી બાલાજી કંપનીના સુપરવાઈઝર પ્રવિણભાઈ કુશવાહાએ પારડી પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તો ગોડાઉન ઉપર નીરીક્ષણ કરવા જતા ગોડાઉનમાં લોખંડનો જથ્થો ઓછો દેખાતા જે બાદ તપાસ થતા સ્ટોકમાં માલુમ પડ્યું હતું કે, 13 ટન જેટલા લોખંડના સળીયાનો જથ્થો ચોરી થઈ ચુક્યો છે જેથી પારડી પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.          


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application