વાપીના ડુંગરામાં ટેકરા ફળિયામાં રહેતા કુંટુંબી ભાઇ વચ્ચે જમીન વહેંચણીને લઇ ઝઘડો ચાલતો હતો. જોકે આ ઝઘડામાં સમાધાન કરવા જતા તેની અદાવત રાખીને પિતા-પુત્ર ઉપર ચાકુથી હુમલો કરી દીધો હતો જેથી ઇજાગ્રસ્ત પિતા-પુત્રને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડુંગરા સ્થિત ટેકરા ઉપર કેશર પાર્કમાં રહેતા નવિનચંદ્ર રમણભાઇ પટેલ સોમવાર રાત્રિએ દસ વાગ્યે ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના કોટુંબિક ભાઇ બિપિન મોરાર પટેલ તથા તેમનો પુત્ર પ્રથમ તેમના મોટાભાઇ કનુભાઇ મોરારભાઇ સાથે જમીન વહેંચણીના મુદ્દે બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા.
જોકે, આ ઝઘડામાં નવિનચંદ્ર તથા તેમનો પુત્ર વિપ્લવ અને માતા મીનાબેન ઝઘડો નહિં કરવા માટે સમજાવવા ગયા હતા. જમીનના મુદ્દે બે ભાઇ વચ્ચે ચાલતા ઝઘડામાં સમજાવવા ગયેલા નવિનચંદ્ર ઉપર જ હુમલો કરી દેવાયો હતો. આરોપી બિપિન પટેલ હાથમાં ચપ્પુ લઇને સ્થળ ઉપર આવીને પ્રથમે નવિનચંદ્રને પક્ડી રાખ્યો હતો જ્યારે બિપિને નવિનચંદ્રને છાતીમાં તથા પુત્ર વિપ્લવને છાતીના ભાગે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. આરોપી પિતા-પુત્ર હુમલો કર્યા બાદ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત નવિનચંદ્રના પુત્ર બ્રિજેશ પટેલે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application