Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એકટીવા લઈ ફરાર થતા અજાણ્યા યુવક વિરુધ પોલીસ ફરિયાદ

  • April 04, 2021 

વાપીના સાઈ વાટિકા છરવાડા રોડ છીરી ખાતે રહેતા કિશોરભાઈ નૈનારામ ત્રિવેદી વાપી ટાંકી ફળિયા ખાતે ભીખી માતા મંદિર પાસે મહાલક્ષ્મી મેડીકલ એન્ડ જનરલ સ્ટોર ચલાવે છે. કિશોરભાઈ બપોરે પોતાના એકટીવા નંબર જીજે/15/બીએસ/7807 ઉપર વાપી ટાઉનમાંથી દવા લેવા જતા હતા અને એકટીવા ઉપર બેસી ચાવી લગાવ્યા બાદ બેગ ભૂલી ગયાનું યાદ આવતા એકટીવામાંથી ચાવી લીધા વગર જ દુકાનમાં ગયા હતા.

 

 

 

તે સમયે પાછળથી કોઈક અજાણ્યા એ એકટીવા શરુ કરી દીધાનો અવાજ આવતા તેઓ તુરંત દુકાનમાંથી બહાર આવીને જોયું તો એક 20-25 વર્ષનો અજાણ્યો ઈસમ કિશોરભાઈની એકટીવા ચોરી નાસી જતો જોવા મળ્યો હતો તેથી તેને બુમ મારી પાછળ દોડ્યા હતા પરંતુ અજાણ્યો ઈસમ ભાગી છૂટ્યો હતો.

 

 

 

આ ઘટના અંગે કીશોભાઈએ વાપી ટાઉન પોલીસને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application