Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંજો વેચવા માટે આવેલ ઈસમને પોલીસે વાપીથી ઝડપી પાડ્યો

  • October 09, 2021 

વાપી ટાઉનના પોલીસ સ્ટાફના માણસો ગત તા.07ના રોજ પેટ્રોલીંગ હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, વાપી ઝંડાચોક નજીકથી એક ઇસમ પાસેની કિટબેગમાંથી 2 કિલો 24 ગ્રામ ગાંજાનો જથ્થો કીંમત રૂપિયા 20,240/- સાથે પકડી પાડી તેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ જગન્નાથ જુતિયા સ્વાંઇ (રહે.પરીન નેવ્યુ ફ્લેટ નં-401,કસ્ટમ રોડ,વાપી) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ ગાંજો ક્યાંથી લાવ્યો તે વિશે પૂછપરછ કરતા અજય ઉર્ફે રાજુ બંગાલી નામના દમણ ખાતે રહેતા ઈસમ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત ઈસમે કરી હતી. આમ, પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application