Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અડફેટે આવતાં મોપેડ સવાર શખ્સનું સારવાર દરમિયાન મોત

  • March 28, 2021 

વાપીના નેશનલ હાઈવે નંબર-48 ઉપર ઈન્ડિયન પેટ્રોલ પંપ સામે એકટીવા સવારને ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ગંભીર ઈજાને કારણે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

 

 

 

વલસાડ તાલુકાનાં કોસમકુવા ગામે જૂની નિશાળ ફળિયામાં રહેતા 48 વર્ષીય શૈલેષભાઈ જીવણભાઈ પટેલ પોતાની એકટીવા મોપેડ નંબર જીજે/15/ડીએલ/9236 ઉપર રાત્રીના સમયે વાપી નેશનલ હાઈવે નંબર-48 ઉપર ઈન્ડિયન પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન એક ટાટા ટ્રક નંબર આરજે/14/જીજી/7488ના ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી શૈલેષભાઈને અડફેટે લેતા તેમને શરીરે ગંભીર પહોંચી હતી. ત્યારબાદ શૈલેશભાઈને તાત્કાલિક જીવનદીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

 

 

 

 

આ ઘટના અંગે નીલેશભાઈ પરાગભાઈ પટેલે વાપી જીઆઈડીસી પોલીસને ફરિયાદ આપતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application