વાપીમાં કોળીવાડ ફળિયામાં રહેતા વિરેન્દ્ર જમીનદાર ચૌધરી પોતાના મિત્ર સુધીરકુમાર સાથે એકટીવા નંબર જીજે/15/બીક્યુ/5513 લઈ જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન વલ્લભ આશ્રમ સ્કુલ સામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-48માં તેઓએ એકટીવાની અચાનક બ્રેક મારતા એકટીવા મોપેડ સ્લીપ ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિરેન્દ્રભાઈ તથા સુધીરભાઈ માર્ગ પર પટકાતા બંને જણાને ગંભીર ઈજાઓ થઈ હતી. આથી બંને જણાને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વિરેન્દ્રભાઈ ચૌધરીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પારડી પોલીસે મરનાર વિરેન્દ્રભાઈના દીકરાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application