Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હોય છરાથી ગળું કાપી ફરાર પતિને પોલીસે ઝડપી પાડ્યો

  • September 17, 2021 

વાપીના ડુંગરી ફળિયા મચ્છી માર્કેટના નાળા પાસે ગતરોજ રાત્રિના એક વાગે એક અજાણી સ્ત્રીનું માથુ કપાયેલી હાલતમાં પડ્યા હોવાની માહિતી મળતા ડુંગરા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.ઢોલ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. મૃતકની ઓળખ સાધનાદેવી તરીકે અને તે તેના પતિ લક્ષ્મીકાંત ઉર્ફે ભોલા મુચકુંદલાલ વિશ્વકર્મા સાથે ડુંગરી ફળિયા હિન્દી સ્કૂલ પાસે આહિરવાડ ચંદ્રકેશ ખુશાલ યાદવની ચાલીમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું.

 

 

 

 

જયારે પતિ લક્ષ્મીકાંતને પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હોય પત્નીનું તિક્ષ્ણ છરાથી ગળું કાપી મસ્તકને મચ્છી માર્કેટના નાળા પાસે ફેકી દઇ પુરાવાનો નાશ કરી ફરાર થઇ ગયો હતો. આરોપી વાપીની એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો. ડુંગરા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી ભાગી ગયેલા હત્યારા આરોપીને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application