પારડી દમણીઝાંપા ડુંગરી ફળિયામાં રહેતા અને ઉદવાડા દિશંત આર્ટસ નામની પ્રિન્ટિંગની દુકાન ચલાવતા દિશંત પ્રવીણભાઈ ભંડારી(ઉ.વ.28)ના મોબઈલ પર તા.01/10/2020ના રોજ એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો અને સામેથી બોલનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગ્લોબલ ફાઈનાન્સમાંથી અમન શર્મા બોલું છું એમ આપી હતી સાથે અમારી કંપની લોન આપે છે અને ગવર્નમેન્ટ 35 ટકા સબસીડી પણ આપે છે તેમ કહી રૂપિયા 10 લાખની લોન માટે ઓફર કરી હતી.
તેથી દિશંત ભંડારી તેમણી વાતમાં આવી માંગેલા ડોક્યુમેન્ટની કોપી તેમને મોકલેલ મેલ આઈડી ઉપર તથા આપેલા નંબર ઉપર વોટ્સએપ કરવા જણાવતા દિશંતએ ડોક્યુમેન્ટ મેઈલ તથા વોટ્સએપ કર્યા હતા. તે પછી ફાઈલ ચાર્જના રૂપિયા 45૦૦/- જમા કરાવવા જણાવતા અમન શર્માના આઈસીઆઈસીઆઈ બેંક ગુડગાંવ શાખામાં ગુગલ-પે દ્વારા જમા કરાવ્યા હતા.
ત્રણ દિવસ પછી દિશંત ભંડારી ઉપર ગ્લોબલ ફાઈનાન્સના મેનેજર નીતિન શર્મા બોલું છું કહી ફોન આવ્યો હતો, અને તમારા ડોક્યુમેન્ટમાં પ્રોબ્લમ આવે છે. જો તમને લોન જોઈતી હોય તો 50 હજાર અમારા મહિન્દ્રા કોટક બેંક ગુડગાંવ શાખામાં તથા 50 હજાર રાજધનકુમારના ખાતામાં જમા કરવા જણાવતા દિશંત ભંડારી એ ગુગલ-પે થી બંને ખાતામાં રૂપિયા 50-50 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા.
તે પછી પણ વિવિધ કારણો બતાવી નાણા ભરાવાયા હતા. આમ રૂપિયા 10 લાખની લોન મેળવવાના ચક્કરમાં રૂપિયા 5,26,650/- રૂપિયા ગુમાવી દીધા બાદ પોતાની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી થઈ હોવાનું સમજતા આ મામલે પારડી પોલીસે અનમ શર્મા, રાજધનકુમાર, તપેન્દ્ર કુમાર તથા મહેન્દ્ર સિંહ રાઠોડ ની સામે, ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડ મેન્ટ એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ., એસ.આર.ગામીતએ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500