Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીના લવાછા ગામ માંથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

  • April 05, 2021 

વાપી તાલુકાના લવાછા ગામે ડુંગરા પોલીસે મોચી ફળિયાના વિસ્તારમાં છાપો મારી જુગાર રમી રહેલા ચાર ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

ડુંગરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે સમયે મળેલ બાતમીના આધારે, લવાછા ગામના મોચી ફળિયામાં ચંદ્રકાંત પટેલના મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલ ઇસમોને પોલીસ ટીમે ઝડપી પાડ્યા હતા. આ સમયે સ્થળ પર ગંજીપાના પત્તા ઉપર જુગાર રમી રહેલા મુકેશ નગીન પટેલ, સોએબ ઉસ્માન શેખ, જેન્તી મગ્ન પટેલ તથા ચંદ્રકાંત પટેલ રંગેહાથ પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

પોલીસે જુગારના સાધનો સહીત રોકડ રૂપિયા 21,600/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application