Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર યુવક સામે ગુનો દાખલ

  • September 13, 2021 

વાપીના ડુંગરા વિસ્તારમાં એક વર્ષ પહેલા પાડોશમાં આવેલો ઇસમ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર અવારનવાર દુષ્કર્મ આચરતો હતો જેથી સગીરા ગર્ભવતી થઇ હતી. જેની જાણ યુવકને થતા તે વાપી છોડી વતન બિહાર ખાતે ફરાર થઇ ગયો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય સગીરાની ઘરની બાજુના મકાનમાં એક યુવક એક વર્ષ પહેલા રહેવા માટે આવ્યો હતો. તે દરમિયાન યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી લેતા અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. થોડા સમય બાદ સગીરાને ગર્ભ રહી જતા તેની જાણ સગીરાના પરિજનોને થઇ હતી. બનાવને લઇ સગીરાના પરિજનોએ યુવકને તેની સાથે લગ્ન કરી લેવા જણાવ્યું હતું પરંતુ યુવક તે માટે તૈયાર ન હોય મોકો જોઇ વતન બિહારમાં ફરાર થઇ ગયો હતો. જેથી પીડિતાના પરિવારે બનાવ અંગે ગત તા.11મી સપ્ટેમબરના રોજ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધી ફરાર યુવકને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application