Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ત્રિપલ અકસ્માત સર્જાતા એકનું મોત

  • April 02, 2021 

ઉમરગામ તાલુકાનાં બોરલાઈ ગામે ખત્રી ફળિયામાં રહેતો 35 વર્ષીય પ્રીતેશ પ્રભુભાઈ ધોડી પોતાની યમાહા મોટરસાયકલ નંબર જીજે/15/એન/4734 ઉપર ઘરેથી દાનહના અથાલ ગામે આવેલી કંપનીમાં નોકરીએ જઈ રહ્યા હતા. તે સમયે નરોલી ગામે તેની યમાહા તથા બલેનો કાર નંબર એમએચ/11/સીજે/૦77૦ અને ઓટો રીક્ષા નંબર જીજે/15/વાય/4678 વચ્ચે અકસ્માતમાં પ્રીતેશ ધોડીને ગંભીર ઈજા પહોંચી હતી.તેથી તેને સારવાર અર્થે સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

 

 

 

 

આ બનાવ અંગે મૃતકના પિતા પ્રભુભાઈ ઢેડાભાઈ ધોડીએ સેલવાસ પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application