Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડીના બગવાડા ગામમાં ટ્રેન અડફેટે યુવકનું મોત

  • April 12, 2021 

બગવાડા રેલ્વે સ્ટેશન ઉપર ટીકીટ બારી સામે એક યુવક ટ્રેન અડફેટે આવતા તેનું મોત નીપજ્યું હતું. બગવાડામાં દિવ્યા પેકેજીંગ પ્રા. લિમીટેડ કંપનીમાં નોકરી કરી અને કંપનીના જ રૂમમાં રહેતો 30 વર્ષીય યુવક રામબાબુ સેવક યાદવ રાત્રિના 9.30 વાગ્યે બગવાડા રેલ્વે ટ્રેક પસાર કરી રહ્યો હતો તે દરમિયાન ત્યાં અચાનક ટ્રેન આવી જતા યુવક ટ્રેનની અડફેટે ચઢી જતા મોત નીપજ્યું હતું.

 

 

 

આ બનાવ અંગે પારડી પોલીસને લવકેશ કૂટવા યાદવે ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application