વાપી ગીતાનગર રામધારી ચક્કીની પાછળ રહેતો વઝીર શેખ (ઉ.વ.18) જે લેબરનું કામ કરતો હતો અને તે તા.15/07/2021ના રોજ વાપી જીઆઈડીસી ગુંજન ખાતે આવેલી એસબીઆઈ કોલોનીમાં કોન્ટ્રાકટ સાથે પાણીની ટાંકી સફાઈનું કામ કરવા માટે સવારે ગયો હતો અને ટાંકીની સફાઈની કામગીરી ચાલતી હતી ત્યારે સદામ મોટરની ઈલેક્ટ્રિક સ્વીચ ચાલુ કરવા જતા તેને જોરમાં વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી જતા તેને હરિયા હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application