વાપી ગીતાનગર રેલ્વે પેટ્રોલ પંપની પાછળ દિવાળી બેનની ચાલમાં રહેતા 45 વર્ષીય ગુલાબભાઈ ફગુભાઈ વિશ્વકર્મા મળસ્કે 4 વાગ્યે પોતાની સાઈકલ ઉપર વાઈબ્રન્ટ ગુજરાત માર્કેટમાં મજુરી કામ અર્થે જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન વાપી જીઆઈડીસી જે-ટાઈપ રોડ ઉપર છોટા હાથી ટેમ્પો નંબર જીજે/15/ટી/એટી/8330 ના ચાલકે પોતાનો ટેમ્પો પુર ઝડપે હંકારી લાવી સાઈકલ સવાર ગુલાબભાઈ ને અડફેટે લેતા તેમને ઈજા પહોચતા 108ના એમ્બ્યુલન્સ આવી પહોચ્યા બાદ તેના ડોકટરે તપાસીને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ કનૈયા સુભાષચંદ્ર વિશ્વકર્મા એ વાપી જીઆઈડીસી પોલીસને ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application