વાપીમાં 40 શેડ એરિયા બુનામેર્ક કંપની સામે અજાણ્યા વાહન ચાલકે સવાર આધેડને ટક્કર મારતા ગંભીર ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપી જીઆઈડીસી ખાતે ભાણેજ બપ્પા બસુદેવ ગોસ્વામીની શ્રી ઓમ ફેબ્રીકેશન કંપનીમાં નોકરી કરી ભાણેજના ઘરે જ ચણોદ ખાતે રહેતા, હેમંતકુમાર બગલાશંકર મુખરજી ભાણેજની હોન્ડા સાઈન મોટરસાઈકલ નંબર જીજે/15/બીએન/1398 ઉપર કંપનીમાં ગયેલા અને ત્યાંથી રાત્રિના સમયે જઈ રહ્યા હતા. ત્યારે 40 શેડ એરીયામાં આવેલ લુનામેર્ક મશીન ફેબ્રીક કંપનીની સામે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમને માથાના પાછલાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે બપ્પા બસુદેવ ગોસ્વામીએ વાપી જીઆઈડીસી પોલીસને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application