Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાડીમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ

  • May 15, 2022 

વાપીનાં સલવાવ ગામની એક વાડીમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ગામના સરપંચે દીપડા અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરી હતી. જેને લઇ ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યુ હતું. જરૂર લાગશે તો સલવાવની વાડીમાં દીપડાને પકડવા પાંજરુ ગોઠવામાં આવશે. જોકે દીપડાના પગલે સ્થાનિકોમાં ડરનો માહોલ વધી રહ્યો છે. બનાવની વિગત એવી છે કે, વાપીના સલવાવ ગામના દાદરી કાકંરીયા ફળિયામાં શનિવારે બપોરના સમયે દિપકભાઈ પટેલ વાડીમાં  જઈ રહ્યા હતાં.



તે સમયે બાજુની વાડીમાં એક દીપડો દેખાયો હતો જેને જોતા જ તેમના હોશ ઉડી ગયા હતાં. જેથી તેમણે તુરંત દીપડા અંગેની જાણ ગ્રામજનોને કરતાં આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જયારે સલવાવ પંચાયતના સરપંચએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં વાપી વન અધિકારી ઓફિસના આર.એફ.ઓ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, જરૂર પડે તો દીપડાને પકડવા માટેનું પાંજરું ગોઠવવામાં આવશે. આમ સલવાવની વાડીમાં દીપડો દેખાતાં હવે સ્થાનિકોમાં ઘરની બહાર નિકળવામાં ડર વધી રહ્યો છે. (ફાઈલ ફોટો)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application