Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિ ઘાયલ

  • April 05, 2021 

દમણ હંસા હોસ્પિટલની સામે ધનજીભાઈની ચાલમાં રહેતા કનૈયાભાઈ ડાહ્યાભાઈ ગામીત પોતાના યુનિકોર્ન મોટરસાઈકલ નંબર જીજે/19/એઆર/6460 કમરબેલી ખાતે સેલ્વો કંપનીમાં નોકરીએ જઈ ત્યાંથી પરત ફરી રહ્યા હતા અને તેમની સાથે તેમના સહકર્મી અને પડોશી સત્યવીર રામદાસ પ્રજાપતિ પણ હતા.

 

 

 

 

તે સમયે તેઓની બાઈકને એક કાર નંબર જીજે/15/સીએચ/5163ના ચાલકે ટક્કર મારતા બંનેના માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેમને સરકારી હોસ્પિટલ ચલામાં પ્રાથમિક સારવાર આપી ત્યાંથી મરવડ હોસ્પિટલ અને ત્યાંથી વાપીની હરિયા હોસ્પિટલમાં લઈ જવાય હતા. જોકે ત્યાંથી પણ તેમને રેમ્બો હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલત નાજુક હોવાનું ડોકટરે જણાવ્યું હતું.

 

 

 

 

આ ઘટના અંગે સુનીતાબેન કનૈયાલાલ ગામીતની ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસે ફરિયાદ લઈ કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application