સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના નરોલી કનાડી ફાટક પાસે રહેતો 23 વર્ષીય અંકિત રમેશભાઈ હળપતિ પોતાના મિત્ર દિવ્યેશ દિપકભાઈ હળપતિ સાથે તેની બજાજ ડિસ્કવર મોટર સાઈકલ નંબર જીજે/15/એએચ/7102 ઉપર વાપી આવવા નીકળ્યા હતા અને મુંબઈ સુરત લેન ઉપર વાપી નજીકના દમણ ગંગા નદીના બ્રીજને ઓળંગી ઉત્તર છેડેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે બાઈક ચલાવતાં દિવ્યેશ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ હતી અને બંને જણા રસ્તા ઉપર ફેંકાઈ ગયા હતા. જેમાં અંકિતને માથાના ભાગે ગંભીર ઈજા થતાં 108ને બોલાવી હતી જે બાદ એમ્બ્યુલન્સ ઉપરના ફરજ પરના ડોકટરે અંકિતને તપાસીને તેણે મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના અંગે મૃતકના બનેવી ઈશ્વરભાઈ ભગુભાઈ હળપતિએ વાપી જીઆઈડીસી પોલીસને ફરિયાદ આપતા પોલીસે દિવ્યેશ સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application