વાપીમાં રહેતા મુરાદ મહોમ્મદ મચ્છીવાલી નામના રહીશ તેમની હોન્ડા મોપેડ નંબર જીજે/15/ડીજી/3935 ઉપર ગતરોજ બપોરે દમણ કોઈ કામ અર્થે આવી રહ્યા હતા. ત્યારે વરકુંડ બ્રિજ ઉપર મુરાદભાઈના ચાલુ મોપેડની બેટરી માંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. જેને લઈ મુરાદભાઈએ તરત મોપેડને રસ્તાની બાજુએ પાર્ક કરી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા અને બેટરી માંથી ધુમાડા બાદ આગ પકડી લેતા ગણતરીના મિનીટોમાં જ મોપેડ સળગવા લાગી હતી. બનાવ અંગે આગની જાણ દમણ સોમનાથ ફાયર વિભાગને કરાતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ પહોંચે એ પહેલાં જ મોપેડ બળીને ભડથું થઈ હતી. ઘટનાને પગલે રસ્તા ઉપર વાહન ચાલકો પણ એકત્ર થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application