Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી 9.36 લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • August 23, 2021 

વાપી ટાઉન પોલીસે એક ટેમ્પા માંથી 9.36 લાખના દારૂ સાથે ટેમ્પા ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપી પોલીસ સ્ટાફના માણસો ચલા ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવાતા દમણ તરફથી આવતી ટેમ્પો નંબર જીજે/૦૩/બીડબ્લ્યુ/5842 ને અટકાવી ચકાસણી કરતા ન્યુઝ પેપરની રદ્દીમાં દારૂ મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરતા ટેમ્પો માંથી દારૂની 460 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 9,36,000/- અને ચાલક પાસેથી મોબઈલ અને ટેમ્પો એમ કુલ મળી રૂપિયા 24,36,600/-નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક મંગળ અરેરામ હરિજનની અટક કરી અને માલ ભરાવી આપનારા આરોપી અલ્પેશ ઉર્ફે પાંડુ હરેશ માહ્યાવંશી (રહે.કચીગામ, નાની દમણ) અને માલ મંગાવનાર કેતન રાઠોડને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application