Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડીના પરિયા ગામે વાડીમાં લાગી અચાનક આગ

  • April 05, 2021 

પારડી તાલુકાનાં પરિયા ગામે બપોરના સમયે એક વાડીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વાડીના ચીકુ તથા બોરના ઝાડને ચપેટમાં લીધા હતા. આ ઘટનાની જાણ પારડી ફાયર-બ્રિગેડની ટીમ તથા પારડી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

 

 

 

પરિયા ઉદવાડા રોડ ઉપર પરિયા ગામની હદમાં આવેલી પ્રમોદ ગહેલોતની વાડીમાં અગમ્ય કારણસર આગ લાગી હતી. જેમાં ચીકુ, બોર, બાવળ, તથા નાળીયેરના ઝાડને મોટું નુકશાન પહોંચ્યું હતું. ફાયર-બ્રિગેડની ટીમે આગ બુઝાવમાં સફળતા મેળવી હતી અને આગમાં કોઇપણ પ્રકારની જાનહાની થઈ ના હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application