Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરે અડચણ રૂપી કાર ખસેડવા જતા બે બાળકોને અડફેટે લેતા એક બાળકનું મોત

  • March 26, 2021 

વાપી ગીતાનગર સરવૈયા નગરની ઈ-1 બિલ્ડીંગ નીચે 14 વર્ષીય સગીરે લગ્ન પ્રસંગમાં અડચણ જણાતી કારને હટાવવા કાર માલિક પાસેથી કોઈક રીતે કારની ચાવી લઈ આવી અને પોતાને કાર ચલાવતા આવડતી ન હોવા છતા સેન્ટરો કાર નંબર જીજ/15/સીજે/9568ની ચાવી લગાવી સેલ મારતા કાર ચાલુ થઈ ગઈ હતી અને આગળ દોડવા લાગી હતી.

 

 

 

તે સમય દરમિયાન ત્યાં રમતા સુફિયાન તથા ફરહાનને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ફરહાન (ઉ.વ.5) ને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીજાયું હતું. જયારે સુફિયાન (ઉ.વ.12) ને ઈજા થતા જીવનદીપ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

 

 

 

આ ઘટના અંગે મૃતકના પિતા અહેમદ અન્સારીએ વાપી ટાઉન પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application