Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ત્રીજા માળથી નીચે પટકાતા 5 વર્ષીય બાળકનું મોત

  • June 23, 2021 

વાપીના છીરી ગામે વલ્લભ નગરમાં આવેલા બરજુ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે એક ફ્લેટમાં ભાડેથી રહેતા પર પ્રાંતીય પરિવારનો 5 વર્ષનો બાળક બલવીર વિશ્વકર્મા સાંજના સમયે ગેલેરીમાં રમી રહ્યો હતો ત્યારે અચાનક અકસ્માતે બાળક ગેલેરીમાંથી નીચે પટકાયો હતો. આ સમયે બાળકનો અવાજ આવતા માતા રસોડામાંથી ગેલેરીમાં જોવા ગઈ હતી તો બાળક નીચે પતાકય્લો જોવા મળ્યો હતો.

 

 

 

બાળકને નીચે પટકાયેલો જોતા તુરંત નીચે પહોંચી એપાર્ટમેન્ટના રહીશોની સહાયથી ઈજાગ્રસ્ત પુત્રને લઈને વાપીની હરિયા હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં ફરજ પરના ડોકટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. આ મૃતક બાળક દંપતિનું એકમાત્ર સંતાન હતું. તેના આકસ્મિક અવસાનથી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પાડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application