Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા

  • July 25, 2021 

વાપી જીઆઈડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલ બાતમીના આધારે, વાપી જીઆઈડીસી થર્ડ ફેસમાં આરતી કંપની ની સામે ગ્રોફિટ કંપની ના ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો ટીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેઈડ કરતા ખુલ્લા મેદાનમાં કુંડાળું વાળી ગંજીફાના પત્તા ઉપર જુગાર રમી રહેલા પ્રદીપ કલ્યાણ સિંહ ગૌતમ, રણજિત સિંગ જગપતસિંહ, વિજયશ્રી રામસિંગ, રામ બહાદુર નર્સિંગ બહાદુરસિંહ તથા નીરજ મોતિલાલ તિવારી  જે તમામ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

 

 

 

આમ, પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા, મોબઈલ તથા મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,82,520/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ સામે વાપી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.                   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application