Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડુંગરા પીએચસી સેન્ટર પાછળથી જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા

  • June 08, 2021 

વાપીના ડુંગરા પીએચસી પાછળ ડુંગરા પોલીસે છાપો મારી ગંજીપાના પત્તા ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા 3 ઇસમોને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડુંગરા પોલીસને મળેલ બાતમીના આધારે, ડુંગરા પી એચ સી પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં જુગાર રમે રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમેં સ્થળ પર છાપો માર્યો હતો. તે સમયે સ્થળ પરથી 3 ઈસમો જેમાં, પ્રભુભાઈ છગનભાઈ કનેરીયા, રોહિત નાથાભાઈ બારોટ, અને પંકજ નાથુભાઈ કરેલિયાના ઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ આરોપીઓએ દાવ ઉપર મુકેલા રૂપિયા 2050/- તથા અંગઝડતીમાંથી મળેલા રૂપિયા 16,050/-મળી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application