Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી 1.53 લાખના દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

  • April 10, 2021 

વાપી ટાઉન પોલીસને મળેલ બાતમીના આધારે,  પોલીસ ટીમ ગોલ્ડ કોઈન સર્કલ પાસે વોચ ગોઠવી ઉભી હતી તે સમય દરમિયાન બાતમીવાળી કાર દમણ તરફથી આવતી દેખાતા કારને ઉભી રહેવા લાકડીથી ઈશારો કરવા છતા ચાલકે થોડે દુર જઈ કાર ઉભી કરી અંદરથી બે ઈસમો ઉતારી નાસવા લાગેલા જેમાં ડ્રાઈવર નીતિન દિનેશ પટેલને પોલીસે ઝડપી લીધો હતો. જયારે યોગેશ રમેશ ઓડ નાસી છુટ્યો હતો.

 

 

 

 

પોલીસે કારમાં તપાસ હાથ ધરતા દારૂની 306 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1.53 લાખ હતી. પોલીસે દારૂ તથા 4 લાખની કાર જપ્ત કરી ઝડપાયેલા નીતિન પટેલને દારૂ ક્યાંથી લાવ્યા છે અને ક્યાં લઈ જવાના છો તે અંગે પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, દારૂનો જથ્થો દમણ ખાતે આવેલા કિલ્લા પાસેના ઉજ્જવલભાઈએ કારમાં ભરાવી આપ્યો હતો અને જંબુસરમાં એસ.ટી. ડેપોની પાછળ રહેતા મુન્નાભાઈ માલિકને આપવાનો હતો. આ બનાવ અંગે પોલીસે નીતિન પટેલ, યોગેશ ઓડ, ઉજ્જવલ, તથા મુન્ના મલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application