લોકલ ક્રાઈમ બ્રાંચ વલસાડને મળતી બાતમીના આધારે, લેલેન્ડ ટેમ્પો જીજે/05/બીટી/1970માં ભંગાર અને વેસ્ટ પુંઠાની આડમાં દારૂ વહન થઈ રહ્યો છે. ટેમ્પો વાપીથી સુરત તરફ જઈ રહ્યો હતો.
લોકલ ક્રાઈમ બ્રાંચ પારડી મામલતદાર કચેરી સામે નેશનલ હાઈવે નંબર-48 ઉપર પોલીસ વોચ ગોઠવી ઉભા હતા. તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતો જણાતા, તેણે રોકવા પોલીસે લાકડી વડે ઈશારો કરતા ટ્રક ચાલકે ટેમ્પો ઉભો રાખ્યો હતો. ટેમ્પોમાં ભંગાર અને વેસ્ટ પુંઠા ભર્યા હોવાનું દેખાતા તે અંગે ચાલકને પૂછતા તેણે સંતોષકારક જવાન ન આય્પો હોઈ તે પછી પોલીસે વધુ પૂછપરચ કરતા ટેમ્પોમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ટેમ્પો ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ રામનિવાસ પુનરામભાઈ બિશ્બોઈ(ઉ.વ.21, રહે.કડોદરા) જણાવ્યું હતું
લોકમ કક્રાઈમ બ્રાંચે ટેમ્પોના ફાલ્કામાં ભરેલા પુંઠાના ભંગારને હટાવી જોતા અંદર 1548 દારૂની બોટલો જે વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની કીંમત રૂપિયા 1.32 લાખ હતી અને ટેમ્પો મળી કુલ રૂપિયા 2.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા, ચાલકે આ ટેમ્પો તથા મોબઈલ વાપી ગુંજન બ્રીજ પાસે એક ઈસમ આવીને આપી ગયો અને ચીખલી લઈ જતો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસ એ દારૂનો જથ્થો તથા ટેમ્પો જપ્ત કરી ચાલકની અટક કરી તથા માલ ભરાવનાર અને મંગાવનાર બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500