નવસારી જિલ્લાના વાંસદમાં આવેલા વાંદરવેલા ગામમાં એક કાચા ઘરમાં રાતે આગ લાગી ગઈ હતી, જેને લીધે અફરાતફરી મચી ગઈ હતી. જાણકારી મુજબ,વાંસદાના વાંદરવેલા ગામના હનુમાન ફળિયામાં રાતે એક કાચા ઘરમાં આગ લાગી ગઈ. આગ લાગતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને બીલીમોરા અને ચીખલીના અગ્નિશામકે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નથી થઇ, જો કે ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ.
માહિતી અનુસાર,રાતે લગભગ સાડા નવ વાગે હનુમાન ફળિયામાં રહેતા ખંડુભાઈ માદા પટેલના કાચા ઘરમાં આગ લાગી ગઈ અને એને કારણે ભાગદોડ મચી ગઇ હતી. ગામના સરપંચપતિ સંજયભાઈ પટેલને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાંસદા મામલતદારને આ દુર્ઘટનાની જાણ કરી હતી.વાંસદાના મામલતદાર અને વાંસદા પોલીસે મોદી રાતે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી હતી. બીલીમોરા અને ચીખલીના અગ્નિશામકે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, પણ ઘરની તમામ ઘરવખરી બાળીને ખાખ થઈ જતા આ ઘરના માલિકને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે . ત્યારે તાજેતરના ભૂતકાળમાં વાંસદા તાલુકામાં કેટલાક ગામોમાં આવી જ ઘટનાઓ બની હોવાને કારણે અહીંના લોકોમાં એક હેવી અગ્નિશામક ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500