હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવેતો 4થી લઈને 6 ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વાંસદા તાલુકામાં 6.20 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ખેરગામ અને નવસારી તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
નવસારી 132 મિ.મી. (5.28 ઇંચ), જલાલપોર 93 મિ.મી. (3.74 ઇંચ), ગણદેવી 121 મિ.મી. (4.84 ઇંચ), ચીખલી 122 મિ.મી. (4.88 ઇંચ), ખેરગામ 139 મિ.મી. (5.56 ઇંચ), વાંસદા અને 155 મિ.મી. (6.20 ઇંચ) વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા નવસારીનાં મચ્છી માર્કેટ, ટાટા સ્કૂલ, શાંતાદેવી વિસ્તાર, શાકભાજી માર્કેટ પાસે પાણી ભરાયા હતા. જેને કારણે લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ક્યાંક ટુ-વ્હીલર, મોપેડ પાણીમાં ફસાયા તો ક્યાંક બાળકોને શાળાએ લઈ જતી રીક્ષા અટવાતી જોવા મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500