Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા પોલીસે પ્રોહીબીશનનાં ગુન્હાનો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

  • June 21, 2024 

વાંસદા પોલીસ ટીમે પ્રોહીબીશન ધારા હેઠળનાં કુલ સાત ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. નવસારી જિલ્લાનાં વાંસદા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન ધારા હેઠળનાં ત્રણ  ગુન્હાઓ તથા ખેરગામ પોલીસ સ્ટેશનનાં બે ગુન્હાઓ તેમજ વલસાડ જિલ્લાનાં નાનાપોઢા પોલીસ સ્ટેશન-એક ગુન્હો અને ધરમપુર પોલીસ સ્ટેશનના એક ગુન્હો મળી પ્રોહીબીશન ધારા હેઠળનાં કુલ સાત ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી ક્રુણાલ ઉર્ફે તૃણાલ શંકરભાઈ પટેલ (રહે.કાકડવેરી, તા. ખેરગામ, જિ.નવસારી)નાંને રાત્રીના વાંસદા-ધરમપુર બોર્ડર પરથી પકડી પાડ્યો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી સ્પ્લેન્ડર મોટર સાઈકલ નંબર GJ/21/AB/4374 જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર  તથા એક નંગ મોબાઈલ તથા રોકડા મળી કુલ રૂપિયા 31,500/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application