Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા-ધરમપુર રોડ પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 3નાં મોત

  • October 21, 2021 

નવસારીના વાંસદા તાલુકાના વાંસદા-ધરમપુર રોડ પર આવેલા વાડીચોંઢા ગામના વચલું ફળિયામાં વળાંક પાસે સામસામે બે બાઈક અથડાતાં 2નાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે મહિલાનું વધુ સારવાર અર્થે લઇ જતાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક સવારોને નાની-મોટી ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.

 

 

 

 

 

બનાવની વિગત એવિ છે કે, ધરમપુર હથનબારી ગાવિત ફળિયામાં રહેતા રાજુભાઈ દેવજીભાઈ જાદવ અને ફળિયામાં જ રહેતા ઝીણાભાઈ જતરભાઈ વાંઢુ અને ખાટાઆંબાની શર્મિલાબેન મહેશભાઈ બાઈક નંબર જીજે/15/એએલ/3411 ઉપર ટ્રિપલ સવારીમાં ધરમપુર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન વાંસદાના વાંસદા-ધરમપુર રોડ પર આવેલા વાડીચોંઢા ગામના વચલા ફળિયાના વળાંક પાસે પીપલખેડના દેવેન્દ્ર શંકરભાઈ ગાવડા, અજયભાઈ દેવરામભાઈ પઢેર અને કેલિયાના મનીષભાઈ દેવજીભાઈ વાઘેરા ટ્રિપલ સવારી યુનિકોન બાઈક નંબર જીજે/21/એએન/8739 પૂરઝડપે હંકારી લાવી રાજુભાઈની બાઈક સાથે અથડાવી દેતા બંને બાઈકના સવારો રસ્તા પર ફંગોળાયા હતા જેને કારણે રાજુભાઈ જાદવ અને ઝીણાભાઈ વાંઢુનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે શર્મિલાબેનને ગંભીર ઈજા પહોંચતાં ચીખલી રિફર કરતાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું.

 

 

 

 

 

જ્યારે યુનિકોર્ન બાઈકના સવારોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં સમગ્ર વાડી ચોંઢા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને લોકો ઘટના સ્થળે ધસી આવી મદદમાં  જોડાયા હતા. મૃતકના ભાઈ જયરામભાઈ દેવજીભાઈએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application