નવસારીનાં વાંસદા તાલુકાનાં ચંપાવાડી ગામમાં રહેતા, ઉમરફારૂખ જાકિરભાઇ ખલીફા (ઉ.વ.19) જે ધરમપુરનાં મસ્જિદ ફળીયા ખાતે રહેતી બહેનનાં ઘરે રહેવા આવ્યો હતો જ્યાંથી ગતરોજ બે મિત્રો સાથે ત્રણ દરવાજા વિસ્તારમાં ફરવા નીકળ્યા હતાં. જ્યાંથી ત્રણ દરવાજા ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનાં દરવાજાનો ગેટ બંધ હોવાથી સાઇડની દીવાલ કૂદી મિત્રો સાથે અંદર પ્રવેશી સ્વિંમીગ પુલમાં ન્હાવા પાડ્યા હતાં.
જોકે સ્વીમીંગ પુલમાં અંદર જતા પાણીની ઉંડાઇ વધુ હોય અને ઉમરફારૂકને તરતા આવડતું ન હોવાની સાથે ઉડાઇનો ખ્યાલ ન હોય જેથી ડૂબવા માંડ્યો હતો આ દ્રશ્ય જોતા સાથી મિત્રોએ કરેલ બૂમાબૂમનાં પગલે અવાજ સાંભળી આજુબાજુનાં લોકો દોડી આવ્યા હતાં અને ડૂબી રહેલા યુવકને બહાર કાઢી બેભાન અવસ્થામાં એક ઈસમ તેમની બાઈક પર બેસાડી નજીકમાં આવેલ સ્ટેટ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો જ્યા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application