વંદેભારત ટ્રેનને ફરી એકવાર અકસ્માત નડ્યો છે. વલસાડ વાપી પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે ગાય આવી ગઈ હતી. તેથી થોડા સમય સુધી ટ્રેન રોકવામાં આવી હતી. જોકે, વંદે ભારત ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજ્યું હતું. તેથી ગાયના મૃતદેહને ટ્રેક પરથી દુર કરી ફરી ટ્રેનને મુંબઈ તરફ રવાના કરાઇ હતી. આ અકસ્માતથી વંદેભારત ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયુ હતું. પરંતું મોટી દુર્ઘટના ટળી હતી. અવારનવાર વંદે ભારત ટ્રેનની અડફેટે પશુઓ આવતા અકસ્માતો સર્જાય છે.
ઉદઘાટન બાદથી વંદેભારત ટ્રેન પાટા પર દોડાવવી મુશ્કેલ બની છે. આ ટ્રેનને અત્યાર સુધી અસંખ્ય અકસ્માત થયા છે. ટ્રેનને આડે રખડતા ઢોર આવતા ટ્રેનને નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે. આ કારણે વંદેભારત ટ્રેનનો અકસ્માત સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે આ અકસ્માતો રોકવા માટે તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો હતો. અકસ્માત રોકવા સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે તેવો નિર્ણય લેવાયો હતો. છતા અકસ્માતોનો સિલસિલો ચાલુ જ છે. ગુરુવારે ફરી વલસાડ પાસે ટ્રેનને ગાય અથડાઈ હતી. વારંવાર થતા અકસ્માતોથી મુસાફરોના જીવ જોખમી બની શકે છે.
વંદે ભારત ટ્રેન સાથે વારંવાર પશુ અથડાવવાની ઘટનાઓ રોકવા રેલ્વે વિભાગનો મોટો નિર્ણય લીધો કે, સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. 140 કરોડના ખર્ચે 170 કિમીના અંતરમાં રેલવે લાઈનની બંને બાજુ થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. વડોદરા ડિવિઝન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.મેટલ બેરિયરની કામગીરી માટે 15 કંપનીઓએ ટેન્ડર ભર્યા છે. 2023 માં આ કામ પૂરું કરવાનું આયોજન છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500