ભારતીય રેલવેએ અમદાવાદથી મુંબઈ રૂટ પર ફેસિંગ ઈન્સ્ટોલ કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત સુરત,અમદાવાદા વચ્ચેના રુપ પર કામગિરી પણ શરુ કરવામાં આવી છે. આ રૂટ પર દરરોજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે પશુઓ અથડાવાની ઘટનાઓને રોકવા માટે રેલવેએ આ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેએ આ માટે આઠ ટેન્ડર બહાર પાડ્યા છે. મેન્ટલ બીમ ફેન્સીંગ બાદ વંદે ભારત વધુ ઝડપે દોડી શકશે. બાકીની ટ્રેનોને પણ તેનો લાભ મળશે. રેલવેએ 622 કિલોમીટરના રૂટ પર બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે.
મેટલ બેરિયર્સ લગાવવાનું કામ મે 2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત સાથે ઢોર અથડાઈ રહ્યા હતા જેનાથી છુટકારો મળશે. રેલવે મંત્રી અશ્વની વૈષ્ણને મેટલ બીમ ફેન્સીંગના કામનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. આમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મેટલ બીમ સામેથી પસાર થઈ રહી છે.રેલવેની સૌથી અદ્યતન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આગામી દિવસોમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે વધુ ઝડપે દોડશે. દેશના સૌથી વ્યસ્ત રેલવે કોરિડોરમાં સમાવિષ્ટ અમદાવાદ અને મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પાટાની બાજુમાં મેટલ બેરિયર્સ લગાવવાનું કામ શરુ થઈ ગયું છે.
પશ્ચિમ રેલવેએ મુંબઈ-અમદાવાદ સેક્શન પર મેટલ બીમ ફેન્સિંગનું બાંધકામ શરૂ કર્યું છે. જેના કારણે ઢોરની અથડામણની ઘટનાઓ પર અંકુશ આવશે, સાથે જ વંદે ભારત વધુ ઝડપે ભરી શકશે.મુંબઈથી સુરત અમદાવાદ રેલ્વે કોરિડોર પર મેટલ બીમ ફેન્સીંગ લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. તેના માટે 245.26 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મેટલ બેરિયર ફેન્સીંગ મુંબઈ અને અમદાવાદ વચ્ચે લગભગ 622 કિમીની લંબાઈને આવરી લેશે. મેટલ બીમ ફેન્સીંગ લગાવવા માટે તમામ 8 ટેન્ડરો આપવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ કામ પણ શરૂ થઈ ગયું છે. આ કામ મે 2023ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
ટ્રેક પર લગાવવામાં આવનાર મેટલ બીમ ફેન્સિંગ સુરક્ષા પૂરી પાડશે. આ સુરક્ષા ખૂબ જ મજબૂત છે, કારણ કે તેમાં બે ડબલ્યુ-બીમનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ પ્રકારની મેટલ સુરક્ષાનો ઉપયોગ હાઇવે અને એક્સપ્રેસ વેમાં થતો હતો. અમદાવાદ-મુંબઈ રૂટ પર સતત પાંચ વખત વંદે ભારત એક્સપ્રેસ સાથે પશુઓ અથડાયા બાદ પશ્ચિમ રેલવેએ આ પગલું ભર્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી મુંબઈ માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરી હતી. આ ટ્રેન ગુજરાતની રાજધાની ગાંધીનગરથી અમદાવાદ, સુરત અને બરોડા થઈને મુંબઈ જાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500