આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા 20 વર્ષમાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા માટે "વંદે ગુજરાત વિકાસ યાત્રા"નો રથ વઘઇ તાલુકાનાં નડગચોન્ડ ગામે પહોંચ્યો હતો. અહીં પ્રાથમિક શાળા ખાતે રથ પહોંચતા હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખએ જણાવ્યુ હતુ કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા ગુજરાત તમામ રાજ્યો કરતા આગળ રહ્યુ છે. ઉજ્જ્વલા યોજના, વિધવા સહાય યોજના, વૃદ્ધ પેંશન યોજના જેવી અનેક યોજનાઓ સરકારશ્રીએ ભેટ સ્વરૂપે આપી છે. સૌ લોકોએ સાથે મળીને ગુજરાતને વધુ અગ્રેસર બનાવવા માટે પ્રયત્નશીલ રહેવાની તાલુકા પંચાયત પ્રમુખએ અપીલ કરી હતી.
'વંદે ગુજરાત વિકાસ યાત્રા' પ્રસંગે નડગચોન્ડ ગામમા મહાનુભાવોના હસ્તે બોર્ડર વિલેજ યોજના, આદિમ જૂથ યોજના, દુધાળા પશુ ખરીદી યોજના, ખેતીવાડી નવીન વીજ જોડાણ યોજના, આરોગ્ય શાખા- PMJAY યોજના, તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થીઓને લાભાંવિન્ત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી માતૃશક્તિનાં લાભાર્થી ભાવનાબેને જણાવ્યુ હતુ કે, તેઓને આ યોજના અંતર્ગત 2 કીલો ચણા, 1 કિલો તુવેરની દાળ, 1 કિલો તેલનો લાભ મળ્યો છે.
દુધાળા પશુ ખરીદી હુકમના લાભાર્થી સીતારામભાઈએ જણાવ્યુ હતુ કે, તેઓ છેલ્લા 3 વર્ષથી પશુપાલનના ધંધા સાથે જોડાયેલા છે અને આ યોજનાનો લાભ મળતા તેઓ પશુ ખરીદી પોતાના ધંધાને વધુ વેગવંતો બનાવશે. વિકાસ યાત્રા દરમિયાન નડગચોન્ડ ગામે મુખ્ય મહેમાન તરીકે ડાંગ વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન, વઘઇ તાલુકા સદસ્ય, વઘઇ તાલુકા મામલતદાર, નડગચોન્ડ ગ્રામ પંચાયત સરપંચ, દગુનિયા ગામ સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, આશા વર્કર, મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500