વાપીના બલીઠામાં સ્પા મસાજ પાર્લર ચલાવતા જીતેન્દ્રસિંહે ટાઉન પોલીસ મથકમાં કહેવાતા પત્રકાર ક્રિષ્ના ઝા, સોનીયા ઉર્ફે સંધ્યા ચૌહાણ અને સેમ શર્મા સામે બદનામ કરવાની ધમકી આપવા બદલ 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ઉમરગામના ફણસામાં ક્લીનિક ચલાવતા ડો. રાકેશ દેવકી ઘોષએ મંગળવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, આ જ ત્રણ લોકો તેમના ક્લીનિકમાં પ્રવેશી ખોટી રીતે પ્રેક્ટિસ કરો છો કહી આસીસ્ટન્ટને ધમકાવી તબીબ પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

જેમાં તબીબે વાપી ચારરસ્તા પાસે ગોવિંદા કોમ્પ્લેક્ષ પાસે મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં તેઓને 1.80 લાખ આપતા મામલો થાળે પડ્યો હતો. પોલીસે તોડબાજ ગેંગના ત્રણેય ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા આરોપી ક્રિષ્ના ઝા રહે. ગીતાનગર, સોનીયા ચૌહાણ રહે. દમણ અને સેમ શર્મા રહે. દાદરા પોતપોતાના ઘરેથી ફરાર થઇ ગયા છે.
આરોપીઓ સામે સ્પા સંચાલકે ફરિયાદ નોંધાવતા આગોતરા જામીન માટે અરજી કરવાની તૈયારી ત્રણેય તોડબાજે કરી હતી. જોકે તે જ દરમિયાન તબીબે પણ ફરિયાદ કરી દેતા હવે તેઓને આગોતરા જામીન મેળવવામાં મુશ્કેલી પડશે તેમ એક વકીલથી જાણવા મળ્યું છે.તોડબાજ ગેંગની બે મહિલા અને પુરૂષદ્વારા અન્ય સ્થળે પણ લોકોને ધમકાવી રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે. જેથી પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરાઇ છે કે, આ ગેંગથી પીડિત લોકો ખૂલીને સામે આવી તેઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500