વલસાડની શાહ કે. એમ. લો કોલેજનાં પ્રાધ્યાપક ડો.દિલિપ એમ. કાથડની આગેવાની હેઠળ એફ.વાય. એલ.એલ.બી.નાં વિદ્યાર્થિઓ દ્વારા વલસાડની ડિસ્ટ્રીક્ટ કોર્ટની મુલાકાત લેવામાં આવી હતી. વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ બી.જી.પોપટ તેમજ વલસાડનાં સીનીયર એડવોકેટ દ્વારા વિદ્યાર્થિઓને ડિસ્ટ્રીક્ટ કોર્ટ તથા સિવિલ કોર્ટની મુલાકાત કરાવવામાં આવી હતી. લો કોલેજનાં વિદ્યાર્થીઓને કોર્ટમાં ચાલતી ન્યાયિક કાર્યવાહી તેમજ કોર્ટની જુદી-જુદી શાખાઓમાં ચાલતી કામગીરીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવએ કાનૂની સેવા સત્તા મંડળની વિવિધ કામગીરીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે વલસાડ જિલ્લા વકિલ વિકાસ મંડળનાં પ્રમુખ તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં એનરોલમેન્ટ કમીટી અને શિસ્ત કમીટીનાં ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application