Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે રાહદારીનું મોત

  • August 09, 2021 

પારડીના ચીવલ રોડ પાસે આધેડને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ભાગી જતા આધેડનું મોત સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

 

 

 

બનાવની વિગત એવી છે કે, ચીવલ રોડ પર નાડકણી હોસ્પિટલનાં બંગલાની સામે 55 વર્ષનો અજાણ્યો ઈસમ ચાલતો જતો હતો ત્યારે અજાણ્યા વાહને ચાલતા અજાણ્યા ઈસમને અડફેટમાં લઈ ફેકી દીધો હતો. જેમાં અજાણ્યા ઈસમને ગંભીર ઈજા પહોંચી હતી. જયારે આ ઈજાગ્રસ્ત અજાણ્યા ઈસમ અન્ય રાહદારીઓની નજરે આવતા 108ની મદદથી તેને સારવાર માટે પારડી સીએચસી ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અઆવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application