વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વાપીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગોપાલ ઇટલીયાના હસ્તે મોટી સ્થાનિક કાર્યકરો પાર્ટીમાં જોડાયા હતાં. જોકે દર વખતે તેના નિયત સમય કરતાં મોડા આવતા ઇટાલિયાની આદતને કારણે વાપીના સ્થાનિક પત્રકારોએ તેની પ્રેસ કોન્ફરસનો બહિષ્કાર કર્યો હતો.
વાપીમાં ગોપાલ ઇટાલિયાએ હરેશભાઈ કરશનભાઈ પટેલ માજી તાલુકા પંચાયત સભ્ય, કુમાર ભાઈ ગોવન ભાઈ ગ્રામ.પંચાયત સભ્ય કુંતા, મનુભાઈ શંકર ભાઈ હળપતિ કુંતા ગ્રામ પંચાયત સભ્ય, સરિતાબેન પરિતેશ ભાઈ પટેલ કોઉન્સીલર મહિલા અને બાલ વિકાસ કેન્દ્ર અને નાની તંબડી વાપીને આપ પાર્ટીમાં આવકાર આપી ખેસ પહેરાવ્યો હતો. ત્યાર બાદ ગોપાલ ઇટાલિયાએ વલસાડમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. વલસાડમાં શાપુર નગર વિસ્તારમાં મધ્યમ વર્ગ લોકોના ઘરે જઈને લોકોને મળ્યા હતા.એમણે કેજરીવાલ ની મુખ્ય ગેરંટી 300 યુનિટ મફત વીજળી, રોજગાર ગેરંટી, મહિલા સન્માન રાશિ વિશે સમજ આપીને ગેરંટી કાર્ડ આપ્યા હતા. જેમાં વલસાડ જિલ્લા લોકસભા પ્રમુખ ડો.રાજીવ પાંડે અને વલસાડ જિલ્લા પ્રમુખ જીતુ દેસાઈ જિલ્લા ના હોદેદારો અને કાર્યકર્તા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500