કેનેરા બેંક વેજલપોર બ્રાન્ચનો બ્રાંચ મેનેજર જગદીશચન્દ્ર ક્રિષ્ણચન્દ્ર મિશ્રા આજરોજ રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા ડાંગ અને વલસાડ એસીબી ટીમના પકડાયો છે.
મળતી માહિતી મુજબ એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીએ ડી.જે.નો રોજગાર ધંધો કરવા માટે શ્રી બાજપાઇ બેંકેબલ યોજના માંથી લોન મેળવવા સારૂ અરજી કરેલ. જે અરજી કેનેરા બેંક વેજલપોર બ્રાન્ચ, ધમડાચી તા.જી.વલસાડમાં ટ્રાન્સફર થયેલ, જેથી કેનેરા બેંકનો બ્રાન્ચ મેનેજર જગદીશચન્દ્ર મિશ્રાએ ફરીયાદીના ઘરની વિઝીટ કરી જણાવેલ કે,આ યોજનામાં તમને રૂપીયા એક લાખ જેટલી સબસીડી મળે છે જેથી લોન પાસ કરાવી આપવાના મને રૂપીયા ૨૦,૦૦૦/- વ્યવહાર પેટે આપવા પડશે જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેના લાંચના નાંણા ખાખી કવરમાં મુકાવડાવી ખાખી કવરને બ્રાન્ચ મેનેજરે પોતાની સાથે લાવેલ થેલીમાં મુકાવડાવી લાંચની રકમ સ્વિકારી સ્થળ ઉપર પકડાઇ ગયો હતો.
ટ્રેપીંગ અધિકારી : શ્રી કે.આર. સકસેના, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી. સ્ટાફ વલસાડ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500