વલસાડનાં ઉમરગામ તાલુકામાં રહેતો બાઈક ચાલક તેના સાસરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. જોકે સાસરીમાં લગ્ન પ્રસંગમ હાજરી આપી બાઈક ઉપર રાત્રે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન ભીમસા તુમ્બ રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક બાઈક સ્લીપ થતા બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિક લોકોએ અને રાહદારીઓએ 108ની મદદ લઈને નજીકની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો.
જેમાં સારવાર દરમિયાન યુવકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમને થતા ઉમરગામ પોલીસે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વાંકાછ ખાતે રહેતો 22 વર્ષીય, મનોજભાઈ અમૃતભાઈ દાવરિયા તેની બાઈક નંબર GJ/15/FF/4252 લઈને સાસરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો.
લગ્ન પ્રસંગમાં દિવસ દરમ્યાન હાજરી આપી હતી. મનોજભાઈ દિવસ દરમિયાન લગ્ન પ્રસંગમાં હજાર રહ્યા હતા. બીજા દિવસે નોકરી ઉપર જવાનું હોવાથી મોડી રાત્રે સાસરીમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. જે દરમિયાન ભીમસાથી તુમ્બ જતા રોડ ઉપર મનોજભાઈની બાઈક સ્લીપ થતા રસ્તા ઉપર પડી ગયા હતા. ઘટનાની જ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઇજાગ્રસ્ત બાઈક ચાલકની મદદે દોડી આવ્યા હતા.
સ્થાનિક લોકોએ ઘટનાની જાણ 108 અને ઉમરગામ પોલીસની ટીમને કરી હતી જેથી 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત મનોજભાઈની સારવાર માટે નજીકની સરકારી અને ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા. વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મનોજભાઈ દાવરિયાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમને થતા ઉમરગામ પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી મનોજભાઈની લાશનો કબ્જો મેળવી લાશનું આગળની તપાસ હાથ ધરી છે. ઉમરગામ પોલીસ મથકે ગણેશભાઈ દાવરિયાએ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500