આ અંગે વલસાડ ACB એ આપેલી વિગતો મુજબ એક ફરિયાદીએ ACB માં ફરિયાદ કરી હતી કે, સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ 3ના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ચુડાસમાએ ફરિયાદી ને મળી જણાવેલ કે, દારૂની લાઇન ચાલુ કરવાની હોય તો કહેજો, 1000 રૂપિયા પેટી દીઠ વ્યવહાર ના આપવા પડશે.
જે બાદ પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીને 12 પેટી દારૂ અપાવ્યો હતો. જે દારૂ અપાવવાના અને પહોંચાડવાના વ્યવહાર પેટે 90 હજાર માંગણી કરી હતી. જે પૈકી ફરીયાદીએ મોબાઈલ પે મારફતે 30 હજાર આપ્યા હતાં. બાકીના 60 હજાર રૂપિયા બાકી હતાં. જે માટે પોલીસ કોન્સ્ટેબલ ભગીરથે ફરિયાદીને ફોન કરી પલસાણા બોલાવ્યો હતો. ફરીયાદી તેમના મિત્ર યુવરાજસિંહની ક્રેટા કારમાં ભગીરથ ને મળ્યો હતો. જે દરમ્યાન લાંચિયા કોન્સ્ટેબલે ફરિયાદીની કાર પોતાના કબ્જામાં લઈ લીધી હતી. અને 60 હજાર આપશે ત્યારે કાર મળશે તેવું જણાવ્યું હતું.
જેથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ટ્રેપિંગ અધિકારી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા મદદમાં PI કે.આર. સક્સેના સહિતના ACB સ્ટાફે આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતના માર્ગદર્શન માં ટ્રેપ ગોઠવી હતી. ધરમપુર ચોકડી, બી.જી.પોઇન્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ, બાલાજી સાઉથ ઇન્ડીયન રેસ્ટોરન્ટમાં ગોઠવેલ આ ટ્રેપ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ભગીરથ ના કહેવાથી 60 હજાર રૂપિયા લેવા આવેલ કોન્સ્ટેબલના મળતીયા એવા હાર્દિક રાજુ તિવારીને લાંચ ની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો.
લાંચ ની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ સ્થળ પર હાજર ના હોય તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ACB એ ઝડપેલ હાર્દિક તિવારી વલસાડના તિથલ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહે છે. અને વેપાર-ધંધો કરે છે. જ્યારે લાંચ કેસમાં વોન્ટેડ જાહેર કરેલ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ચુડાસમા પલસાણા પો.સ્ટે. જિ. સુરત ગ્રામ્યમાં ફરજ બજાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500