Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં સુરતનાં એક યુવકનું મોત

  • May 18, 2023 

વલસાડનાં પારડી તાલુકાનાં બગવાડા ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતો પરેશ શૈલેષભાઈ નાયકા (ઉ.વ.20) તેનો મિત્ર પ્રગ્નેશ સતિષભાઈ પટેલ સાથે ગત તારીખ 6 મેના રોજ બાઈક નંબર GJ/15/CD/8871 પર વલસાડથી બગવાડા તરફ જઈ રહ્યો હતો. ત્યારે હોટલ શ્રીનાથ નજીકથી પસાર થતી વખતે તેમના સામે બાઇક નંબર GJ/05/PC/8589નો ચાલક નરેશ છગનભાઈ ગેલાણી (ઉ.વ.47., રહે.સુરત, વરાછા, અક્ષરધામ સોસાયટી) પૂરઝડપે રોંગ સાઇડે બાઇક હંકારી લાવી પરેશની બાઇક સાથે સામ સામે અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.






જેમાં બંને બાઇક પર સવાર ત્રણ ઇસમોને ઇજા થતા 108 મારફતે પારડી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવારની જરૂર પડતાં સુરતનાં બાઇક ચાલક નરેશને વલસાડ સિવિલ બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન નરેશનું તારીખ 16 મેની રાત્રે મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત બાદ પરેશે પારડી પોલીસ મથકે બુધવારે સમગ્ર બાબત જણાવી અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application