થર્ટી ફસ્ટ ડીસેમ્બર આવતા જ ગુજરાતમાં દારૂ લાવવાના અલગ-અલગ પ્રકારો અને કીમિયા અજમાવામાં આવતા હોય છે.
વલસાડમાં પણ એક સામાન્ય એવો દેખાતો ટેમ્પો જેમાં ખાસ એક ચોરખાનું બનાવીને દારુની હેરા-ફેરી કરવામાં આવી રહી હતી. જે અંગેની બાતમી ધરમપુર પોલીસને મળતા પોલીસે શંકાસ્પદ ટેમ્પો(જીજે/૧૫/એક્ષએક્ષ/૬૮૭૬)ની તપાસ હાથ ધરી જેમાં પોલીસને ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ ૩૫૨ જેટલી બાટલી હાથ લાગી હતી જેની કીંમત ૭૮,૮૦૦/- રૂપિયા થાય છે અને ટેમ્પોની કીંમત ૩,૦૫,૦૦૦/- રૂપિયા થાય છે એમ કુલ મળીને ૩,૮૩,૮૦૦/- નો મુદ્દામાલ એલસીબી દ્વારા જપ્ત કરી વલસાડ શહેર પોલીસને સોપી, તપાસ વલસાડ ગ્રામ્ય પોલીસને સોપવામાં આવી છે અને ડાઈવર તથા કલીનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500