વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં તમામ મહેસૂલી કામગીરીનો સમય મર્યાદામાં નિકાલ કરાતો હોવાથી ગૃપ-1 માં સમાવિષ્ટ રાજ્યના મહાનગરોની સરખામણીએ વલસાડ જિલ્લો પ્રથમ અને દ્વિતિય ક્રમ પર સતત 4 મહિનાથી આરૂઢ રહી અન્ય જિલ્લાઓને પારદર્શક અને ઝડપી કામગીરીની મિશાલ પુરી પાડી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં અરજદારોને યોગ્ય ન્યાય મળે અને કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીની મદદથી પારદર્શક અને ગતિશીલ વહીવટ ચલાવાઈ રહ્યો છે. જેને પગલે લોકોના પ્રશ્નો નિયત સમય મર્યાદામાં ઉકેલાતા લોકોના ચહેરા પર સંતોષનો આનંદ જોવા મળી રહ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓની મહેસૂલી કામગીરીની સમીક્ષા માટે ઓનલાઈન પોર્ટલ જેવા કે, ઈન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સીસ્ટમ, ઈન્ટીગ્રેટેડ ઓનલાઈ રેવન્યુ એપ્લિકેશન અને વેબ ભૂલેખ પર કામગીરીનું મૂલ્યાંકન થાય તે બાબતે ડિસ્ટ્રીક્ટ સ્કોર મેટ્રીક્સ મોડ્યુલ બનાવવામાં આવ્યું છે.જેમાં તમામ 33 જિલ્લાઓને કામગીરીના ભારણના આધારે કુલ 3 ગૃપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જે પૈકી વધુ કાર્યભાર ધરાવતા એવા જિલ્લાઓના ગૃપ 1 માં વલસાડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગૃપ-1 માં વલસાડની સાથે સુરત,અમદાવાદ,વડોદરા,રાજકોટ,ગાંધીનગર,કચ્છ,મહેસાણા,આણંદ અને ખેડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જયારે ગૃપ- ૨માં સાબરકાંઠા,ગીર સોમનાથ,પાટણ,મોરબી,નવસારી,બનાસકાંઠા,ભરૂચ,ભાવનગર,પંચમહાલ,અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરાયો છે.
ગૃપ-૩ માં જુનાગઢ,પોરબંદર,ડાંગ,અરવલ્લી,તાપી,મહિસાગર,નર્મદા,દાહોદ,બોટાદ, છોટાઉદેપુર,જામનગર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ કરાયો છે. બિનખેતીની જમીન, મિલકત બાબતના ફેરફારો, મિલકત લે-વેચ, વારસાઈ, લેન્ડ ગ્રેબિંગ, જમીન સંપાદન, સ્ટેમ્પ ડ્યુટી અને રેવન્યુ ફાઈલ મેનેજ સીસ્ટમ સહિતની તમામ મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં જાન્યુઆરીમાં 100માંથી 81.73 % સ્કોર,ફેબ્રુઆરીમાં 100માંથી 85.53 % સ્કોર અને માર્ચમાં 100માંથી 86.61 % સ્કોર મેળવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. જ્યારે ગત એપ્રિલ માસમા 100માંથી 87.3 ટકા સ્કોર મળતા બીજો ક્રમ આવ્યો હતો.વલસાડ જિલ્લામાં નિયત સમય મર્યાદામાં અરજદારોના રેવન્યુ વિભાગના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે જિલ્લા સમાહર્તા ક્ષિપ્રા આગ્રે અને નિવાસી અધિક કલેકટર અનસૂયા આર. જહા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ પાસે સતત લેવાતુ ફોલોઅપ અને યોગ્ય માર્ગદર્શનના કારણે સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લો પ્રજાલક્ષી મહેસૂલી કામગીરીમાં મોખરે રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500